હેલ્લો હાલાર ન્યુઝ, તા ૨૭, મે ૨૦૨૪,

રાજકોટમાં બનેલ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સંચાલકોને જ આરોપી બનાવ્યા છે. કુલ 6 પૈકી 2 સંચાલકોને પોલીસ દ્વારા પકડી પાડવામા આવ્યાં છે. જ્યારે 4 આરોપીઓ નાશી છૂટ્યા છે તેને પોલીસ શોધી રહી છે. ગત શનિવારે બનેલી અગ્નિકાંડની ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે. જેમાં દેખાય રહ્યું છે કે, આગ શા કારણો થી ફેલાઈ હતી.

રાજકોટના અગ્નિકાંડને 24 કલાક કરતા વધુ સમય વીતી ગયો છે. ત્યારે તપાસની પણ શરૂઆત થઇ ગઇ છે. અથવા એમ પણ કહી શકાય કે તપાસના નાટકની શરૂઆત થઇ ગઇ છે. હાલ ઘટના સમયના આગ લાગવાના CCTV વીડિયો સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કઈ રીતે આગ ફેલાઈ રહી છે અને ત્યાં હાજર લોકો કઈ રીતે આ આગને કબુમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.

હવે આગામી કેટલાક દિવસો સુધી આવી રીતે જ તપાસ કામગીરી ચાલશે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે શું ફકત ગેમઝોન નાં સંચાલકો જ ગુનેગાર છે ? શું અસલી ગુનેગારોને સજા મળશે ખરા ? પોલીસે કમિશનરે સ્પષ્ટ કરી દીધું છે કે TRP ગેમઝોન પાસે ફાયરની કોઇ NOC હતી નહી. તેમ છતાં કોઇ પણ રોકટોક વગર ગેમઝોન ધમધમી રહ્યું હતું.

જે દર્શાવે છે કે આ અગ્નિકાંડમાં ફક્ત FIR માં જેઓના નામ છે તેઓ જ આરોપીઓ નથી. પરંતુ શું સરકારી પગાર લેતા અનેક અનેક અધિકારીઓ પણ આ લાક્ષાગૃહ માટે જવાબદાર ના ગણી શકાય ?

હાલ પોલીસે આરોપીઓ સામે FIR દાખલ કરી છે. પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ધવલ ઠાકર, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે…અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, યુવરાજસિંહ સોલંકી સામે ગુનો નોંધાયો છે.

IPCની ધારા 304, 308, 337, 338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ખાસવાત છે કે આ ઘટનાના CCTV વીડિયો સામે આવ્યા છે. જેમાં દેખાય રહ્યું છે કે કઈ રીતે આગ ફેલાઈ રહી છે.

પોલીસ શા માટે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કોઇ કાર્યવાહી કરી રહી નથી ? જ્યારે ભાજપના નેતા વજુભાઇ વાળા સીધી રીતે આ અગ્નિકાંડ માટે કોર્પોરેશનને જવાબદાર માની રહ્યા છે. વજુભાઇ વાળાએ કહ્યું કે અધિકારીઓના પાપે જ રાજકોટ અગ્નિકાંડ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *