મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં હવે ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે…

અભિનેતા સાહિલ ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ અભિનેતા મુશ્કેલીમાં છે. મહાદેવ બેટિંગ એપ કેસમાં મુંબઈ પોલીસ એસઆઈટી દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે…

અભિનેતા સાહિલ ખાનની ધરપકડ
હવે મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ઘણા કલાકારોના નામ સામે આવી રહ્યા છે. હવે આ યાદીમાં સાહિલ ખાનનું નામ પણ સામેલ થઈ ગયું છે.

અભિનેતા પર લાયન બુક એપને પ્રમોટ કરવાનો અને તેના કાર્યક્રમોમાં હાજરી આપવાનો આરોપ છે. લાયન બુકને પ્રમોટ કર્યા પછી, તેણે ભાગીદાર તરીકે લોટસ બુક 24/7 એપ લોન્ચ કરી…

કોણ છે સાહિલખાન ?

અભિનેતા સાહિલ ખાન તેની ફિટનેસ માટે જાણીતો છે. તેણે EXCUSE ME અને STYLE જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે, સાહિલ ફિલ્મોમાં અદ્ભુત કંઈ કરી શક્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *