હેલ્લો હાલાર ન્યુઝ,

જામનગર તા: ૩૧, મે ૨૦૨૪

જામનગર ઠેબા બાયપાસ રોડ નજીક આવેલ SUPPER FAMILY RESTARURANT ને શીલ કરી નોટીસ આપેલ હોય તેમ છતા સક્ષમ અધીકારીની નોટીસની અવગણના કરી પરવાનગી વગર રેસ્ટોરંટ પુનઃ ચાલુ કરનાર રેસ્ટોરન્ટ માલીક તથા મેનેજરો વિરુધ્ધ ગુન્હો દાખલ કરતી પંચકોશી “બી” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ રાજકોટ વિભાગનાઓએ ગેમઝોન વોટરપાર્ક તથા સીનેમા હોલ, હોટલ, રેસ્ટોરેન્ટ, વિગેરે સ્થળો કે જ્યા જાહેર જનતાની વધુ અવર-જવર રહેતી હોય તે જગ્યાઓ પર ફાયર સેફટીના નિયમોનું પાલન થાય તે મુજબ કાર્યવાહી કરવા તેમજ નિયમોનો ભંગ કરતા સંચાલકો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલું સાહેબ નાઓએ તા.૩૧/૦૫/૨૦૨૪ થી તા.૦૩/૦૬/૨૦૨૪ સુધી જામનગર મહાનગર પાલીકા જામનગરની ફાયર શાખાની ટીમ તથા ટાઉન પ્લાનીંગ શાખાની ટીમો સાથે રાખી ગેમઝોન, વોટરપાર્ક, સીનેમા હોલ, હોટલ, રેસ્ટોરેન્ટ, શાળા કોલેજ, હોસ્પીટલ, વિગેરે સ્થળો કે જ્યાં જાહેર જનતાની વધુ અવર-જવર રહેતી હોય તે જગ્યાના સંચાલકોએ સબંધીત ઓથોરીટી પાસેથી એન.ઓ.સી. મેળવેલ છે કે કેમ? તેમજ ફાયર સેફટીના સાધનો નિયમ મુજબ છે કે કેમ? તે ચેક કરવા તેમજ નિયમોનો ભંગ કરનાર સંચાલકો/માલીક વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ આપેલ હોય.

જે અનુસંધાને જામનગર ગ્રામ્ય વિભાગના નાયબપોલીસ અધિક્ષક શ્રી આર.બી.દેવધા સાહેબ તથા પ્રો.આઇ.પી.એસ શ્રી અજયકુમાર મીણા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ જામનગર મહાનગર પાલીકા જામનગરની ફાયર શાખાની ટીમ તથા ટાઉન પ્લાનીંગ શાખાની ટીમો સાથે ચેકીંગ હાથ ધરવામા આવેલ જે દરમ્યાન પંચકોષી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ ૧૨ હોટેલ રેસ્ટોરંટ શીલ કરવામાં આવેલ છે.

જે દરમ્યાન પંચકોષી બી.ડીવી,પો.સ્ટે. ના જામનગર ઠેબા બાયપાસ રોડ નજીક આવેલ SUPPER FAMILY RESTARURANT ને શીલ કરી નોટીસ આપેલ હોય તેમ છતા સક્ષમ અધીકારીની નોટીસની અવગણના કરી પરવાનગી વગર રેસ્ટોરંટ પુનઃ ચાલુ કરનાર SUPPER FAMILY RESTAURANT

ના માલીક જીતેન્દ્રભાઈ કરગથરા તથા મેનજર વિશાલ ધિરજલાલ કોટક તથા વિરેન ચંદુલાલ બોરા વિરુધ્ધમા જામનગર મ્યુનીસીપલ કોર્પોરેશનના નાયબ કાર્ય પાલક ઇજનેર તથા એસ્ટેટ અધિકારી શ્રી નિતિનકુમાર રવીશરણ દિક્ષીત સાહેબ નાઓએ ઉપરોકત રેસ્ટોરંટ માલીક તથા મેનેજરો વિરુધ્ધમા ફરીયાદ આપતા પો.સબ.ઇન્સ સી.એમ.કાંટેલીયા પંચ.બી.ડીવી.પો.સ્ટે. નાઓએ ઇ.પી.કો કલમ ૩૩૬,૧૮૮,૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પી.આઇ.પી.એસ અજયકુમાર મીણા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી સી.એમ કાંટેલીયા તથા એ.એસ.આઇ. પી.કે.જાડેજા તથા એ.એસ.આઇ. એમ.એલ. જાડેજા તથા પો.હેડ કોન્સ એમ. વી. ભુંડીયા તથા પો.કોન્સ. ખીમાભાઈ જોગલ તથા સુમીતભાઇ શિયાર તથા પોલાભાઈ ઓડેદરા તથા જયપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ મેહુલભાઇ વીસાણી તથા હરપાલસિંહ જાડેજા નાઓ દ્વારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *