બંનેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા: કારણ અકબંધ

હેલ્લો હાલાર ન્યૂઝ, તા.30 જુલાઈ 24,

જામનગર

જામનગરમાં શરૂ સેક્શન રોડ ગોલ્ડન સીટી વિસ્તારમાં સરલાબેન આવાસ પાસે પાર્ક કરેલી એક કારમાં અશોકભાઈ ધોકિયા અને પરબતભાઈ કાનાભાઇ ગોજીયા નામના બે મોટી ઉંમરના મિત્રો, કે જેઓએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં બંને બેશુદ્ધ અવસ્થામાં કારમાં પડ્યા હતા.

એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને બંનેની સારવાર કરવામાં આવી રહી છે.  આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

બંને મિત્રોના પરિવારજનોને જાણકારી મળવાથી તેઓ પણ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા છે. પોલીસ આ મામલે તેના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. એવી પણ વિગત જાણવા મળી છે કે મુળ બંને જામનગરના વતની અને હાલ રાજકોટ રહેતા હતા જો કે બનાવ પાછળનું કારણ બહાર આવ્યુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *