સ્ટે. કમિટી સેટીંગ કમીટી બની રહી છે તે અંગે કોંગ્રેસનો આક્ષેપ

હેલ્લો હાલાર ન્યૂઝ, તા 22 સપ્ટેમ્બર 24,

જામનગર

જામનગર શહેરને છોટી કાશી તરીકે બિરદાવવામાં આવે છે ત્યારે કોર્પોરેશનનાં પાપે ખાડાનગર, અને ગંદકી નગર થઇ ગયું છે આનો શ્રેય જામનગર મહાપાલિકાને જાય છે ત્યારે જનતાની સમસ્યા અંગે આપ કેમ મૌન છો ? શહેરમાં ભારે વરસાદ પડયા બાદ તમામ રસ્તાઓમાં મસમોટા ખાડા પડયા છે એક મહિનો વરસાદને થઇ ગયો હોય છતાં આ ખાડા બુરવામાં આવ્યા નથી. તળાવની પાળ અને બીજા તળાવમાં બ્યુટીફીકેશનનાં નામે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તેવો આક્ષેપ કરીને મેયરને અપાયેલ આવેદનપત્રમાં જણાવેલ છે કમિશનર અને અધિકારીને ટેન્ડરની પ્રક્રિયા મુજબ કામ થતું ન હોય તેમજ આજે પણ તમારી આંખ નીચે ભ્રષ્ટાચાર થાય છે તે અંગે તમે કંઇ બોલશો.

આ આવેદનપત્રમાં જણાવેલ છે કે ભાજપ શાસિત મહાનગરપાલિકાની તમામ શાખા ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યુ ના હોય એવું નથી જામનગર મહાપાલિકાની જે સ્ટે. કમીટી મળે છે એ પણ હવે સેટીંગ કમીટી જનતાના મોઢે ચર્ચાઇ રહી છે કોર્પોરેશનની આરોગ્ય, સીવીલ, ટી.પી.ઓ., સોલીડવેસ્ટ આવેલી છે ત્યાં ભ્રષ્ટાચાર કરવા માટેની હરિફાઇ ચાલે છે તો આપ આ મુદે શા માટે મૌન છો ?  આવેદનપત્રમાં એવું પણ જણાવેલ છે કે આપ શહેરનાં પ્રથમ નાગરિક છો આપની ફરજ છે કે જામનગરની જનતાને આ ભ્રષ્ટાચારી શાખાથી બચાવવા આપ શું કરશો? લોકમુખે એ પણ ચર્ચા છે કે સ્ટે. કમીટી સેટીંગ કરે છે તો મેયર કેમ ચુપ? આપ તાત્કાલિક જામનગરની જનતાની આ સમસ્યાનો નિકાલ નહીં કરે તો જનતાને સાથે રાખીને આપની સમક્ષ જનતાના પ્રશ્ર્નોનો જવાબ લેવા આપની કચેરીએ આંદોલન લેવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવ્યું હતું આ આવેદનપત્ર આપતી વખતે જામનગર શહેર કોંગ્રેસનાં પ્રમુખ, દિગુભા જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટર આનંદ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહીલ, સાજીદ બ્લોચ, અલ્તાફ ખીરા, પાર્થ પટેલ, સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *