જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા કેરીના ૧૫ વિક્રેતાઓના ગોદામ પર અચાનક દરોડા

જામનગર ની ગ્રેઇન માર્કેટ સહિતની જુદી જુદી ૬ પેઢીમાંથી મસાલાના સેમ્પલ મેળવી ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાવવામા આવ્યાં.

જામનગર શહેરની જુદી જુદી બે પેઢીમાંથી 30 કિલોથી વધુની અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાવવામા આવી.

હેલ્લો હાલાર ન્યુઝ જામનગર તા: ૨૦ મે,


જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ઉનાળાની સિઝન ચાલુ હોય દરમિયાન સિઝનને ધ્યાનમાં રાખીને શહેરના જુદા જુદા એક ડઝનથી વધારે કેરીના વિક્રેતાઓના ગોડાઉનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. આની ઉપરાંત જામનગર શહેરમાં ચાલતા જુદા જુદા બે ફૂડ પાર્લરમાં ચકાસણી દરમિયાન 30 કિલોથી વધુ ની અખાદ્ય સામગ્રી નો જથ્થો મળી આવતાં તેનો સ્થળ પર જ તેનો નાશ કરાવવામાં આવ્યો હતો. ઉપરાંત અન્ય જુદી જુદી ૬ પેઢીમાંથી મરચા પાવડર સહિતના નમુના લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.

જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અલગ અલગ વિસ્તારમાં માંથી કુલ અડધો ડઝન જેટલાં ખાદ્ય પદાર્થના નમુનાઓ લેવામાં આવ્યા છે જેની ચકાસણી કરવાં માટે આંણદ ખાતે આવેલ લેબોરેટીમાં મોકલવામાં આવ્યા છે. જેની ચકાસણી થઈ રીપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં કપીલ એજન્સી કિચન કીંગ મસાલા (એવરેસ્ટ બ્રાન્ડ) લાખોટા તળાવ પાસે, વાસુદેવ સ્ટોર ચણા મસાલા કે.વી રોડ, બાલાજી માર્કેટિંગ પનીર ટીક્કા મસાલા મિક્ષ્ (સુહાના બ્રાન્ડ) સ્વામિનારાયણ નગર, ઠક્કર સેલ્સ એજન્સી પાવભાજી મસાલા (બાદશાહ બ્રાન્ડ) ગ્રેઇન માર્કેટ, જેન્તીલાલ એન્ડ બ્રધર્સ- ધાણાજીરું પાવડર (હાથી બ્રાન્ડ) ગ્રેઇન માર્કેટ, મધુસુદન મસાલા લીમીટેડ મરચું પાવડર (ડબલ હાથી બ્રાન્ડ) હાપા વગેરેનો સમાવેશ થાય છે.

જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા અલગ- અલગ વિસ્તારમા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે વિસ્તારમા આવેલાં ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ, વગેરે સ્થળો એ રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારીના ફીટનેશ સર્ટીફિકેટ કરવા. તેમજ પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા અંગે સુચનાઓ આપવામાં આવી હતી.

નાગનાથ ગેઇટ આવેલ જય ભોલે રેસ્ટોરન્ટમાંથી ૧૦ કિલો મંચુરિયન, ૨ કિલો આટા, ૧ કિલો બોઈલ શાકભાજી, ૩ કિલો નૂડલ્સ, ૫ કિલો સોસનો નાશ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત મહાપ્રભુજી બેઠક રોડ પર આવેલ રાજુભાઈ ઢોસાવાલાને ત્યાં ૫ કિલો મંચુરિયન,૩ કિલો ભાત, ૪ કિલો નૂડલ્સ, ૧ કિલો ડ્રેગન પોટેટો,વાસી જણાતા નાશ કરાવવામા આવ્યો હતો. તેમજ મિથુનભાઈ તન્ના (ગૃહ ઉધોગ અટલ રેસીડેન્સી આવાસ (લાલવાડી ) દિ-૪ મા વેપાર રેસીડન્સી વિસ્તારમાંથી ઇન્ડસ્ટ્રીયલ એરિયામા લઇ જવા નોટીશ આપવામા આવી હતી. જ્યારે હરિયા સ્કુલ બાજુમાં આવેલ મહાવીર કુલ્ફી આઈસક્રીમને ત્યાં સાફ સફાઈ અને સ્વછતાવ જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા સૂચના અપાઈ હતી. તેમજ હરિયા કોલેજ રોડ પર આવેલ હિતુલાલ રજવાડી ને પણ જરૂરી સૂચના અપાઈ હતી.

જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના પંચેશ્વર ટાવર નજીક આવેલ કિશોર રગડાવાલા અને મહાલક્ષ્મી ચોક મા આવેલ દીનું મારાજ ભેલવારા નામની પેઢી જે લાયસન્સ ન ધરાવતી હોવાથી ફૂડ નિયમ અનુસાર ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા નોટીશ પાઠવી તે અંગે તાકીદ કરવામાં આવી હતી.

ઉનાળા ની સીઝન ને અનુલક્ષીને કેરી નું વેચાણ કરતાં વિક્રેતાને ત્યાં અચાનક જ રૂબરૂ ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એડલ્ટન્ટ તરીકે વપરાતું કેલ્શિયમ કાર્બાઇડ કોઈ જગ્યા એ મળી આવેલું નથી. તેમજ તમામ ગોડાઉન માલિકો ને પરમીટેડ ઇથીલીન ના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ જરૂરી સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું હતું.

જેમાં યુસુફ ધાણીવારા સીદીક, અખ્તર લાકડાવારા- સુભાષ માર્કેટ, યુસુફભાઈ નુરમામદ( કેરી ગોડાઉન) મોચીસાર નો ઢાળીયો, અબ્દુલ રજાક મીરચી, યુસુફ હુસેન, યુનુસભાઈ ગની, સાજીદ ટીટોડી, શાહિદબાબુ, સબ્બીર ખંભાળીયા વાળા, સલીમ મીરચી, સલીમ કેળાવારા, મહમદ ફારૂક, અયુબભાઇ, ઇકબાલ હાજી ગફાર- નંદીપા રોડ, અને અફજલ ટીડા નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *