તા.7-05-2024ના રોજ સવારે 7:00 થી સાંજના 6:00 કલાક સુધી આ જાહેરનામું અમલમાં રહેશે

જામનગર તા.25 એપ્રિલ,

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન તા. 7-05-2024 ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જે મુજબ જામનગર જિલ્લામાં નક્કી થયેલ મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સંબંધિત મતદાન મથકના નોંધાયેલ મતદારો મોબાઈલ ફોન સાથે તારીખ 7-05-2024ના સવારે 7:00 કલાકથી સાંજના 6:00 કલાક સુધી પ્રવેશ કરી શકશે નહીં.

ચૂંટણી ફરજ સોપાયેલ સરકારી અધિકારી અને કર્મચારીઓ તથા ચૂંટણી અધિકારીશ્રીએ ખાસ અધિકૃત કરેલ અધિકારીઓ, કર્મચારીઓ કે વ્યક્તિઓને ઉપરોક્ત જાહેરનામું લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *