સાત શખસોને દબોચી લેવાયા: શરાબની 12 બૉટલો પણ મળી આવી

હેલ્લો હાલાર ન્યૂઝ, તા.31 જુલાઈ 24,

જામનગર

જામનગરમાં રોઝી પેટ્રોલ પંપ પાસે આવેલ સરદાર પટેલ આવાસના બ્લોક નંબર એ-બીમાં ફલેટ નંબર 1203માં રહેતાં રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ નામના શખ્સના મકાનમાં હાઈ પ્રોફાઈલ જુગાર ચાલતો હોય તેવી બાતમી એલસીબી ના હરદીપભાઈ બારડ તથા ૠષિરાજસિંહ વાળાને મળી હતી. આથી તેઓએ ગઈકાલે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો.

જ્યાં મકાનમાલિક રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ, નીતિન ધનજીભાઈ ચાવડા, વિપુલભાઈ શંકરભાઈ દામા, હમીરભાઈ ગોવાભાઈ વાળા, શૈલેષભાઈ મૂળજીભાઈ આદ્રોજા, નિલેશભાઈ ભીખાભાઈ અકબરી અને અનિરૂધ્ધભાઈ ગોરધનભાઈ ચોવટિયા નામના સાત શખ્સોને તીનપતી નામનો જુગાર રમતાં ઝડપી પાડયા હતા.

તેઓ પાસેથી રોકડ રૂપિયા 1,52,000, તથા 16 હજારની કિંમતના પાંચ મોબાઈલ તથા રૂ. 1.20 લાખના ચાર બાઈક સહિત કુલ રૂપિયા 2,88,500નો મુદામાલ કબ્જે કરી તમામની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે મકાનમાલિકના રૂમની તલાશી લેતાં સંતાડવામાં આવેલ રૂા. 4800ની કિંમતની 12 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે તેમની સામે જુગારધારા તેમજ પ્રોહિબિશન સહિતના ગુના હેઠળ ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *