હેલ્લો હાલાર ન્યૂઝ, તા.23 ઓગસ્ટ 24,

જામનગર

જામનગર રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કાર્યરત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષ 2024- 25 માં ગામ તરણેતર- તાલુકા થાનગઢ, સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આગામી તારીખ 06/09/2024 થી તારીખ 08/09/2024 દરમિયાન 19 માં ગ્રામીણ ઓલમ્પિકસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ગ્રામીણ ઓલમ્પિક સમારોહમાં ભાઈઓ માટે ટૂંકી દોડ, લાંબી દોડ (4100 મીટર રીલે દોડ), લાંબી કુદ, ગોળા ફેંક, નારિયેળ ફેંક, કુસ્તી, વોલીબોલ, લંગડી, નારગોયું (નારગોલ), કબડ્ડી, રસ્સાખેંચ અને ખાંડના લાડવા ખાવાની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બહેનો માટે ટૂંકી દોડ, લાંબી દોડ (4100 મીટર રીલે દોડ), લાંબી કુદ, ગોળા ફેંક, વોલીબોલ, કબડ્ડી, લંગડી, દોરડા કુદ (રોપ સ્કીપીંગ) અને માટલાદોડ જેવી પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમજ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ ગ્રામીણ ઓલમ્પિકમાં જામનગર જિલ્લાના ભાગ લેવા અંગે ઈચ્છુક ટીમોની તેમજ ઈચ્છુક રમતવીરોની એન્ટ્રીઓ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્પીનીંગ મિલ સામે, મીલ રોડ, મુ. લીંબડી, જિ. સુરેન્દ્રનગર- 363421 પર આગામી તારીખ 27/08/2024 સુધીમાં મોકલી આપવાની રહેશે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, સુરેન્દ્રનગર, મોબાઈલ નંબર 9723292271 પર સંપર્ક કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે 12 થી 16 વર્ષથી નાની વયના શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાની શાળાના આચાર્યશ્રીના સહી- સિક્કા કરાવીને તેમનું એન્ટ્રી ફોર્મ મોકલી આપવાનું રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી બી.જે.રાવલીયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *